આ માર્ગદર્શિકા IUI અને આઈવી IVF એફ દરમિયાન થતી શારીરિક અસ્વસ્થતાનો તુલનાત્મક ઉલ્લેખ કરે છે. અહી દરેક પગલું એક-એક કરીને સમજાવવામાં આવ્યું છે. હોર્મોન ઇન્જેક્શનથી લઈને અંડ કાઢવાની પ્રક્રિયા સુધી ક્યાં વધુ ચુભન, અસહજતા અથવા દુખાવો થઈ શકે તે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. સાથે સાથે, દર્દીઓના અનુભવ અને નિષ્ણાતોની સલાહને ધ્યાનમાં લઈ, આ માર્ગદર્શિકા તમને શું અપેક્ષા રાખવી અને તે અનુભવને કેવી રીતે સંભાળવો તે સમજવામાં મદદ કરે છે.
ઘણા દંપતી, જેમને નિસંતાનતાની સમસ્યાનો સામનો કરવો પડે છે, એક સરખો પ્રશ્ન પૂછે છે “IUI વધુ દુખદાયક છે કે IVF?” દુખાવો માત્ર શરીરમાં જ નહીં, મન પર પણ ઊંડો પ્રભાવ પાડે છે.
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) અને IUI (ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન) બન્ને ગર્ભ ધારણ કરવામાં મદદરૂપ બને છે, પરંતુ તેમની પ્રક્રિયા, પગલાં અને અનુભવ થતો દુખાવો એકસરખો નથી. કેટલાક દર્દીઓને આ પ્રોસેસ દરમિયાન થતો દુખાવો ખૂબ ઝડપી અને હળવો લાગે છે, જે થોડો અસ્વસ્થ કરનાર હોય છે; જ્યારે કેટલાક લોકો IVFને IUI કરતા ઘણી વધુ થકાવનારી અને કઠિન પ્રક્રિયા તરીકે અનુભવતા હોય છે.
આ માર્ગદર્શિકા બંને વિકલ્પ સાથે જોડાયેલી અસ્વસ્થતા અને દુખાવો સરળ રીતે સમજાવે છે, જેથી તમે વાસ્તવિક અપેક્ષા રાખી શકો અને પસંદ કરેલી સારવાર માટે મન અને શરીર બંને રીતે તૈયાર થઈ શકો.
IUI એક સરળ અને ઓછી હસ્તક્ષેપવાળી ફર્ટિલિટી સારવાર છે, જે સામાન્ય રીતે બિનશસ્ત્રક્રિયા અને બિન બેહોશી દવાઓ સાથે કરવામાં આવે છે. આ પદ્ધતિનો હેતુ શુક્રાણુને સીધા ગર્ભાશય સુધી પહોંચાડીને ગર્ભ રહેવાની શક્યતા વધારવાનો છે.
પ્રક્રિયા દરમિયાન સારી રીતે તૈયાર (ધોઈને શુદ્ધ કરેલા) શુક્રાણુને એક બારીક નળી દ્વારા ગર્ભમુખ મારફતે સીધા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, અને આ બધું સામાન્ય રીતે ડિંબોત્સર્જનના(ઓવ્યુલેશન) સમયમાં કરવામાં આવે છે. સ્ત્રીને આ પ્રક્રિયા માટે તૈયાર કરવા માટે પહેલાં ડિંબોત્સર્જન પ્રેરણા કરવામાં આવે છે. તેમાં ડૉક્ટર વિશેષ દવાઓ આપે છે, જેથી અંડાશય વધુ અને સારી ગુણવત્તાવાળા અંડાણ બનાવે અને ગર્ભ રહેવાની સંભાવના વધે.
IVF ફર્ટિલિટી સારવારમાં વધુ વિકસિત અને તબક્કાવાર પ્રક્રિયા માનવામાં આવે છે. સૌપ્રથમ સ્ત્રીને હોર્મોનનાં ઈન્જેક્શન આપવામાં આવે છે, જેથી અંડાશય સામાન્ય કરતાં વધુ અંડાણ બનાવે. ત્યાર બાદ નાની શસ્ત્રક્રિયા દ્વારા આ પરિપક્વ અંડ અંડાશયમાંથી બહાર કાઢવામાં આવે છે.
પછી આ અંડને પ્રયોગશાળામાં શુક્રાણુ સાથે મિલાવવામાં આવે છે, જેથી સ્વાભાવિક રીતે ગર્ભધાન થાય. જ્યારે ગર્ભધાન સફળ થાય છે, ત્યારે બનેલા ભ્રૂણમાંથી એક અથવા વધુ ભ્રૂણને પસંદ કરીને હળવી પ્રક્રિયા દ્વારા ફરીથી ગરભાશયમાં મૂકવામાં આવે છે.
આ આખી પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલે છે, વારંવાર ક્લિનિકની મુલાકાત લેવી પડે છે અને શરીર તથા મન બંને માટે થોડું પડકારજનક બની શકે છે, પરંતુ ગર્ભ રહેવાની સંભાવના વધારવા માટે ઘણી વાર આ માર્ગ પસંદ કરવામાં આવે છે.
આ તબક્કામાં અંડાશયને વધુ અંડ છોડવા પ્રેરવા માટે હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ઘણી સ્ત્રીઓમાં ખાસ દુખાવો અનુભવાતો નથી, પરંતુ વારંવાર સોયના ચુભારા લાગતા હોવાથી હાથ–પગમાં કે પેટની આસપાસ હલકો ચિંટીયો, સોજો કે બળતરા જેવું લાગી શકે છે. સામાન્ય રીતે આખી સારવાર ખૂબ સહનશીલ હોય છે, પણ ઈન્જેક્શન આપવાના સ્થળે થોડી અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.
IUI કરવાની પ્રક્રિયા થોડા જ મિનિટોની હોય છે અને તેમાં ઘણીવાર ગર્ભાશયનો સામાન્ય ચેકઅપ (જેમ કે પેપ ટેસ્ટ) કરવામાં આવે છે. જેમાં પાતળી નળી દ્વારા ગર્ભમુખમાંથી અંદર શુક્રાણુ નાખવામાં આવે ત્યારે થોડું દબાણ, ચુભન અથવા હળવો પેટમાં દુખાવો થઈ શકે છે, પણ આ બહુ ઓછા સમય માટે રહે છે. સામાન્ય રીતે આ દુખાવો ખૂબ જ ઓછો હોય છે અને કદાચ જ વધારે સમય સુધી રહે છે. બીજી ફર્ટિલિટી સારવારની તુલનામાં IUI શારીરિક રીતે હળવો માનવામાં આવે છે. આ પ્રક્રિયા મોટા ભાગે બિન બેહોશી દવા સાથે થાય છે અને બહુમતી દર્દીઓને પ્રક્રિયા પૂરી થતા જ સામાન્ય લાગે છે.
IUI પછીની સાજા થવાની અવધિ બહુ જ ટૂંકી હોય છે. ખાસ બેડ રેસ્ટની જરૂર પડતી નથી અને દર્દીઓ સામાન્ય રીતે થોડા જ સમયમાં પોતાની દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે છે. તેમ છતાં કેટલીક હળવી આડઅસરો અનુભવાઈ શકે છે, જેમ કે:
પ્રક્રિયા પછી કોઈપણ પ્રકારની તકલીફ, દુખાવો, ખૂબ ફૂલવું, શ્વાસમાં તકલીફ કે અસામાન્ય લક્ષણ જણાય, તો તરત જ સારવાર આપતા ડૉક્ટરને જાણ કરવી જરૂરી છે
IVFની શરૂઆત સામાન્ય રીતે હોર્મોનના ઈન્જેક્શનથી થાય છે. અહીંથી ઘણી વખત દર્દીને થોડો દુખાવો અનુભવાવા લાગે છે. દરરોજ ઈન્જેક્શન લેવાના કારણે અંડાશય વધુ પ્રમાણમાં પરિપક્વ અંડાણ બનાવે છે, પરંતુ સાથે અમુક આડઅસરો પણ થઈ શકે છે. સામાન્ય રીતે પેટ ફૂલેલું લાગે, પેટમાં ભારેપણું અનુભવાય અને ઈન્જેક્શન આપેલા ભાગે દુખાવો કે સોજો રહી શકે છે. અન્ય લક્ષણોમાં-
શારીરિક અસ્વસ્થતા સાથે ભાવનાત્મક તાણ પણ વધે છે, જેના કારણે આ તબક્કો કેટલાક દર્દીઓ માટે ખાસ કરીને મુશ્કેલ અને થકાવનારો બની શકે છે.
અંડ કાઢવાની પ્રક્રિયા થોડી વધુ પીડાદાયક બની શકે છે, કારણ કે તેમાં અંડાશય સુધી સોય પહોંચાડી પરિપક્વ અંડ બહાર કાઢવામાં આવે છે. આ દરમિયાન થતી અસ્વસ્થતાના મુખ્ય કારણો નીચે મુજબ છે:
પ્રક્રિયા પછી અંડાશય પોતાની સામાન્ય સાઇઝ તરફ પાછો આવવા લાગે છે, પરંતુ એક બે દિવસ સુધી અંદરનું ટીસ્યુ સેન્સિટિવ રહે છે, જેના કારણે પેલ્વિક વિસ્તારમાં ખેંચાવા જેવો દુખાવો રહી શકે છે. ક્યારેક હળવું રક્તસ્ત્રાવ કે ડાઘ પણ પડી શકે છે, જેના કારણે નીચેના ભાગમાં ભાર, દુખાવો કે જકડી જાય તેવી અનુભૂતિ થઈ શકે છે.
ભ્રૂણ મૂકવાનો તબક્કો સામાન્ય રીતે ખૂબ સરળ અને નરમ પ્રક્રિયા ગણાય છે. ઘણા દર્દીઓ આ અનુભવને સામાન્ય ગાયનેકોલોજીક તપાસ જેવો વર્ણવે છે. મોટાભાગના લોકોને તેમાં દુખાવો થતો નથી, માત્ર હળવું ખેંચાવું કે થોડું દબાણ જેવું લાગતું હોય છે. આ તબક્કામાં સામાન્ય રીતે બેહોશીની દવા અપાતી નથી, કારણ કે આ તબક્કે દુખાવો બહુ ઓછો હોય છે. આથી, IVFની શરૂઆતના તબક્કા (ઈન્જેક્શન અને અંડાણ કાઢવું)ની તુલનામાં ભ્રૂણ મૂકવાનો ભાગ શારીરિક રીતે બહુ હળવો અને સહનશીલ હોય છે.
દુખાવાનો અનુભવ સ્ત્રી માટે અલગ હોઈ શકે છે. જેમ પહેલાં સમજ્યું, કેટલીક મહિલાઓને માત્ર હળવો દુખાવો અને થોડી અસ્વસ્થતા અનુભવાય છે, જ્યારે કેટલીક મહિલાઓને આ દુખાવો વધુ તીવ્ર અને સહન કરવો મુશ્કેલ લાગી શકે છે.
નીચે આપેલ કોષ્ટકમાં IVF અને IUI દરમિયાન અનુભવાતા દુખાવાનો તફાવત દર્શાવવામાં આવ્યો છે.
| વિશેષતા | IUI (ગર્ભાશયમાં શુક્રાણુ પ્રવેશ) | |
|---|---|---|
| દુખાવાનું સ્તર | સામાન્ય રીતે બહુ હળવા દુખાવાનો અનુભવ, માસિક દુખાવા અથવા રોજની સ્ત્રીરોગ તપાસ જેવો. બેહોશીની દવા સામાન્ય રીતે જરૂરી નથી. | દુખાવો અને અસ્વસ્થતા થોડી વધુ હોય છે.; દરરોજ હોર્મોનના ઇન્જેક્શન અને અંડ કાઢવાની પ્રક્રિયા હોવાથી તબક્કો ભારે લાગશે. ભ્રૂણ મૂક્યા પછી હળવો પેટમાં દુખાવો અથવા ખેંચાવા જેવી લાઅનુભૂતિ ગણી થઈ શકે છે. |
| પ્રક્રિયાની ગંભીરતા | ઓછી હસ્તક્ષેપવાળી પ્રક્રિયા; પાતળી નળી દ્વારા તૈયાર કરેલા શુક્રાણુ સીધા ગર્ભાશયમાં નાખવામાં આવે છે. | વધુ હસ્તક્ષેપવાળી પ્રક્રિયા; હોર્મોનના ઇન્જેક્શન, નાની શસ્ત્રક્રિયા દ્વારા અંડ કાઢવું અને ત્યારબાદ ભ્રૂણ મૂકવાનો તબક્કો સામેલ હોય છે. |
| મુખ્ય તબક્કા | ક્યારેક હળવી દવાઓ કે ઓછા ઇન્જેક્શનથી ડિંબોત્સર્જન પ્રેરણા, શુક્રાણુને તૈયાર (ધોઈને પસંદ) કરવું અને પછી ગર્ભાશયમાં નાખવું. | દરરોજ હોર્મોનના ઇન્જેક્શનથી અંડાશયને પ્રેરિત કરવું, પરિપક્વ અંડ કાઢવાની શસ્ત્રક્રિયા, પ્રયોગશાળામાં ગર્ભધાન, ભ્રૂણ વિકસાવવું અને પછી ભ્રૂણને ગર્ભાશયમાં મૂકવું. |
| દવાઓનો ઉપયોગ | જરૂર મુજબ હળવી ગોળીઓ અથવા ઓછી માત્રામાં ઇન્જેક્શનથી ડિંબોત્સર્જન માટે પ્રેરણા આપવામાં આવે છે. | વધુ તીવ્ર અને રોજિંદા હોર્મોન ઇન્જેક્શન દ્વારા અંડાશયમાં વધુ અંડ તૈયાર કરાવવામાં આવે છે. |
| ખર્ચ | એક ચક્રનો ખર્ચ સામાન્ય રીતે ઓછો; ઘણા દંપતીઓ માટે વધુ કિફાયતી વિકલ્પ. | એક ચક્રનો ખર્ચ ઘણો વધારે; કારણ કે સમગ્ર પ્રક્રિયામાં વધુ તબક્કા, પ્રયોગશાળાનો ખર્ચ અને વિશેષ તબીબી સુવિધાઓ સામેલ હોય છે. |
ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે, પરંતુ હકીકતમાં તેનો જવાબ દરેક સ્ત્રી માટે અલગ-અલગ હોય છે. કોઈને હળવો દુખાવો અને થોડું ખેંચાવું લાગતું હોય છે, તો કોઈને વધુ તીવ્ર પીડાનો પણ અનુભવ થઈ શકે છે. છતાં, શારીરિક તથા માનસિક બન્ને રીતે આ સફર થોડોક સરળ બને તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકાય છે.
સારવાર દરમિયાન શરીરને તંદુરસ્ત રાખવું ખૂબ મહત્વનું છે. પૂરતું પાણી પીવું અને પોષણથી ભરેલો આહાર લેવાથી શરીર દવાઓ અને બદલાવને સારી રીતે સહન કરી શકે છે.
તમે તમારા દૈનિક આહારમાં નીચેના ખોરાક જોડવાનો વિચાર કરી શકો છો:
આ પ્રકારનો આહાર હોર્મોનનું સંતુલન જાળવવામાં, પાચન સુધારવામાં અને શરીરને આરામથી સાજું થવામાં મદદરૂપ બને છે. સારું ખાધેલું અને સારી રીતે પાણી પીતું શરીર ઉપચાર દરમિયાન થતા બદલાવ અને દવાઓને થોડું વધુ સહજતાથી ઝીલી શકે છે.
હોર્મોનના ઈન્જેક્શન બાદ હળવો પેટ ફૂલવો અથવા ખેંચાવા જેવી પીડા થવી સામાન્ય વાત છે. એવા સમયે ગરમ સેંક કરવાથી દુખાવો અને અસ્વસ્થતા ઓછી થઈ શકે છે. દર્દી પેટ પર કે નીચેના ભાગમાં નરમ ટુવાલમાં લપેટેલી ગરમ થેલી રાખી શકે છે અથવા હીટિંગ પૅડનો ઉપયોગ કરી શકે છે, જેથી આરામ મળી રહે અને સાજા થવાનો સમય થોડો સહેલો લાગે.
ફર્ટિલિટી સારવાર દરમિયાન થતો દુખાવો માત્ર શરીરમાં જ નહીં, મન પર પણ ઘણો ભાર મૂકે છે. સાદા ઉપાયો જેમ કે હળવા યોગાસન, સરળ ખેંચણી (સ્ટ્રેચિંગ), ધ્યાન કરવું કે થોડા ઊંડા શ્વાસ લેવાના વ્યાયામ – મન અને શરીરને શાંત કરવામાં મદદરૂપ બને છે.
આવી નાની-નાની ટેવો અપનાવવાથી IUI અથવા IVF દરમ્યાન અનુભવાતી પીડા અને ચિંતા બંને થોડું ઓછું લાગે છે.
IUI અને IVFમાંથી કયું વધુ મુશ્કેલ લાગે છે તે કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તમે તમારી તકલીફ વિશે નિષ્ણાતને ખુલીને કહો. જો તમને લાગે કે દુખાવો લાંબો સમય રહ્યો છે, પેટ ઘણું ફૂલેલું છે, શરીર ખૂબ ભારે લાગે છે અથવા તમે ભાવનાત્મક રીતે તૂટી પડતા હોવ, તો પોતે સહન કરવા કરતાં તરત જ ડૉક્ટરને જણાવવું સારું. ડૉક્ટર સારવારમાં ફેરફાર કરીને, દવા બદલીને અથવા જરૂરી માર્ગદર્શન આપીને સમગ્ર અનુભવને વધુ સુરક્ષિત અને સહનશીલ બનાવી શકે છે.
કયું વધુ દુખદાયક છે IUI કે IVF? એવો પ્રશ્ન આવે ત્યારે જવાબ ઘણી વાર IVF તરફ વળે છે, કારણ કે તેમાં હોર્મોનના ઈન્જેક્શન, અંડ કાઢવાની નાની શસ્ત્રક્રિયા જેવા વધુ હસ્તક્ષેપવાળા તબક્કા સામેલ હોય છે. બીજી તરફ IUI સામાન્ય રીતે સરળ પ્રક્રિયા છે, જેમાં થોડું ઘણું શારીરિક અસ્વસ્થતા થાય છે, પણ બહુમતી કિસ્સાઓમાં તે હળવીફૂલ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય દંપતીની નિસંતાનતાનું મૂળ કારણ શું છે, તેઓ ભાવનાત્મક રીતે કેટલા તૈયાર છે અને ફર્ટિલિટી નિષ્ણાતની સલાહ શું છે. આ બધી બાબતો પર આધારિત રહે છે. Indira IVF ખાતે આધુનિક તકનીક, વ્યક્તિગત ધ્યાન અને ડૉક્ટરોનું સતત માર્ગદર્શન, આ ત્રણેય મળીને શારીરિક અને માનસિક, બંને પ્રકારની અસ્વસ્થતા ઓછી કરવાની દિશામાં કામ કરે છે. અનુભવી ફર્ટિલિટી નિષ્ણાત નરમ અને સંવેદનશીલ રીતથી પ્રક્રિયા કરે છે અને દર્દીનું આરોગ્ય નિયમિત રીતે તપાસતા રહે છે, જેથી આખી સારવાર દંપતી માટે વધુ સુલભ અને સહનશીલ બને છે.
અંડાણ કાઢવાની પ્રક્રિયા પછી પેટમાં ખેંચાવું, ભાર કે હળવો દુખાવો એક બે દિવસ સુધી રહી શકે છે, પણ સામાન્ય રીતે આ દુખાવો સહન કરી શકાય તેવો હોય છે અને ડૉક્ટરની દવાઓથી કાબૂમાં આવી જાય છે.
IUI બાદ સામાન્ય રીતે થોડાં કલાકથી એક દિવસ જેટલો હળવો દુખાવો રહે છે. IVFમાં અંડ કાઢ્યા પછી પેલ્વિક વિસ્તારમાં તકલીફ બે–ત્રણ દિવસ સુધી રહી શકે છે, પછી ધીમે ધીમે ઘટાડો થાય છે.
IUI સામાન્ય રીતે બિન–બેહોશી દવા સાથે થાય છે. IVFમાં અંડ કાઢતી વખતે ભાગ્યે બેહોશીની દવા કે સેડેશન આપવામાં આવે છે, જેથી દર્દીને દુખાવો ઓછો અનુભવાય.
બન્ને પ્રક્રિયા ભાવનાત્મક રીતે ભારે લાગી શકે છે, પણ IVF વધુ લાંબી, ખર્ચાળ અને તબક્કાવાર હોવાથી ઘણા દંપતી માટે માનસિક દબાણ થોડું વધારે બની શકે છે.
જ્યારે શુક્રાણુની સંખ્યા ઓછી હોય કે ગુણવત્તામાં સમસ્યા હોય, ત્યારે ICSIસાથે IVF કરવાથી સફળતા દરમાં સુધારો જોવા મળે છે અને આવું ઘણી વાર જોવા મળે છે.
શક્યતા ખુબ જ ઓછી છે, પરંતુ શક્ય છે કે ઉપચાર ચાલતો હોય ત્યારે કુદરતી રીતે ગર્ભ રહી જાય, એટલે ડૉક્ટર જે સલાહ આપે તે પ્રમાણે સાવચેતી રાખવી જરૂરી છે.
ના, IVF આખી સારવાર પ્રક્રિયા છે; એમ્બ્રિયો ટ્રાન્સફર તો IVFનો એક તબક્કો છે, જ્યારે ગર્ભધાન થયેલા ભ્રૂણને ગર્ભાશયમાં પાછું મૂકવામાં આવે છે.