Antiphospholipid Syndrome શું છે? તેની ગર્ભાવસ્થા પર કેવી અસર થાય છે અને કઈ સારવાર કરવામાં આવે છે?

Published on: 19 November 2026 - Updated on: 19 November 2026
Dr. Nikita Pahwa

Authored By Dr. Nikita Pahwa

Gynaecologist & IVF Specialist

10+ years of experience

Dr. Ankita Khandelwal

MBBS (Govt. Medical College, Vadodara)

Cluster Business Director

10+ Years

Expert verified

Overview

Antiphospholipid Syndrome એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં થતી એક એવી સ્થિતિ, જેમાં લોહી સામાન્ય કરતાં વધુ સરળતાથી ગંઠાઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યા હોય તો પ્લેસેન્ટા સુધી લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થઈ શકે છે, જેના કારણે ગર્ભપાત, બાળકના વિકાસમાં અડચણ અથવા સમય પહેલાં પ્રસૂતિ જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. જોકે APS હોય એટલે ગર્ભાવસ્થામાં ચોક્કસ મુશ્કેલી થશે એવું જરૂરી નથી. ઘણી મહિલાઓમાં યોગ્ય સારવાર અને નિયમિત તબીબી દેખરેખથી ગર્ભાવસ્થા સફળતાપૂર્વક આગળ વધી શકે છે. આ સ્થિતિનું નિદાન ખાસ બ્લડ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ટેસ્ટ ફરી કરવામાં આવે છે. જો અગાઉ વારંવાર ગર્ભપાત થયો હોય અથવા લોહી ગંઠાવાની સમસ્યા રહી હોય તો ડૉક્ટર APSની તપાસની સલાહ આપી શકે છે. સારવાર મહિલાની સ્થિતિ અને અગાઉના તબીબી ઇતિહાસ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક કિસ્સામાં ઓછી માત્રાની Aspirin અને Heparin જેવી દવાઓ આપવામાં આવી શકે છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવી કે બંધ કરવી નહીં. નિયમિત ચેકઅપ, બાળકના વિકાસની તપાસ અને ડૉક્ટરની સલાહનું પાલન કરવું ખૂબ જરૂરી છે. યોગ્ય કાળજી અને સારવારથી APS ધરાવતી મહિલામાં પણ સ્વસ્થ ગર્ભાવસ્થાની શક્યતા રહે છે.

Antiphospholipid Syndrome શું છે?

Antiphospholipid Syndrome (APS) એક Autoimmune Disorder છે, જેમાં શરીરની રોગપ્રતિકારક પ્રણાલી Antiphospholipid Antibodies બનાવે છે. આ એન્ટિબોડીઝને કારણે લોહી ગંઠાવાની વૃત્તિ વધી શકે છે, જેના પરિણામે શરીરની નસોમાં Blood Clots બનવાનું જોખમ રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન APS પ્લેસેન્ટામાં લોહીના પ્રવાહને અસર કરી શકે છે અને તેના કારણે Miscarriage, Preeclampsia, બાળકના વિકાસમાં અડચણ અથવા સમય પહેલાં પ્રસૂતિ જેવી જટિલતાઓનું જોખમ વધી શકે છે. APSનું નિદાન વ્યક્તિના તબીબી ઇતિહાસ અને ખાસ Blood Tests દ્વારા કરવામાં આવે છે.

Antiphospholipid Syndrome થવાના કારણો અને Risk Factors કયા છે?

Antiphospholipid Syndrome (APS)નું ચોક્કસ કારણ હંમેશાં જાણી શકાયું નથી. તે એક Autoimmune Disorder છે, જેમાં શરીર ભૂલથી Antiphospholipid Antibodies બનાવે છે, જેના કારણે લોહી ગંઠાવાનું જોખમ વધી શકે છે. APS કેટલાક લોકોમાં અન્ય Autoimmune Diseases, ખાસ કરીને Lupus (SLE) સાથે જોવા મળી શકે છે. પરિવારનો ઇતિહાસ, કેટલીક દવાઓ અથવા ચેપ જેવી પરિસ્થિતિઓમાં Antiphospholipid Antibodies મળી શકે છે, પરંતુ માત્ર એન્ટિબોડી હોવી એટલે APS હોવું જરૂરી નથી. APSનું નિદાન તબીબી લક્ષણો અને ચોક્કસ Blood Testsના આધારે કરવામાં આવે છે.

Antiphospholipid Syndrome ના લક્ષણો કયા છે?

Antiphospholipid Syndrome (APS)માં લક્ષણો મુખ્યત્વે શરીરમાં Blood Clot ક્યાં બન્યો છે તેના પર આધાર રાખે છે. એક પગમાં દુખાવો અને સોજો, ત્વચા ગરમ અથવા લાલ થવી, અચાનક શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ખાંસી સાથે લોહી આવવું જેવા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક કિસ્સામાં વારંવાર Miscarriage, સાંધામાં દુખાવો અથવા પગ પર જાળીદાર લાલ-વાદળી રંગની ત્વચા પણ જોવા મળી શકે છે. જો અચાનક શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, છાતીમાં તીવ્ર દુખાવો, ચક્કર અથવા બેભાન થવા જેવી સ્થિતિ થાય, તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે, કારણ કે તે ગંભીર Blood Clotની નિશાની હોઈ શકે છે

antiphospholipid-syndrome-symptoms-gujarati

Pregnancy-related complications

APSમાં ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર Miscarriage, Preeclampsia, બાળકના વિકાસમાં અડચણ અથવા Preterm Birth જેવી જટિલતાઓનું જોખમ વધી શકે છે. યોગ્ય તબીબી દેખરેખ અને સમયસર સારવારથી આ જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.8

કેટલાક લોકોમાં કોઈ લક્ષણો ન હોવા

કેટલાક લોકોમાં Antiphospholipid Syndrome (APS) હોવા છતાં શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા મળતા નથી. ઘણી વખત Blood Clot અથવા Pregnancy-related Complication જેવી સ્થિતિ સર્જાય ત્યારે તેની જાણ થાય છે.

Antiphospholipid Syndromeનું Diagnosis કેવી રીતે થાય છે?

Antiphospholipid Syndrome (APS)નું નિદાન દર્દીના તબીબી ઇતિહાસ, Blood Clotની ઘટના અથવા Pregnancy-related complications અને ખાસ Blood Testsના આધારે કરવામાં આવે છે. લોહીમાં Antiphospholipid Antibodies જેમ કે Lupus Anticoagulant, Anticardiolipin Antibodies અને Anti-beta-2 Glycoprotein I Antibodiesની તપાસ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિમાં Blood Clot અથવા વારંવાર Miscarriage જેવી સમસ્યા જોવા મળે અને આ એન્ટિબોડીઝ પણ મળી આવે, તો ડૉક્ટર APSની શક્યતા તપાસે છે. માત્ર એક વખત ટેસ્ટ પોઝિટિવ આવવાથી APSનું નિદાન થતું નથી. સામાન્ય રીતે એન્ટિબોડીની હાજરી સતત છે કે નહીં તે જાણવા માટે ઓછામાં ઓછા 12 અઠવાડિયાના અંતરે ફરી Blood Test કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ અન્ય તપાસો દ્વારા Blood Clotની સ્થિતિ અને તેની અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવી શકે છે.

antiphospholipid-syndrome-diagnosis-gujarati

Antiphospholipid Syndrome માટે કઈ સારવાર કરવામાં આવે છે?

Antiphospholipid Syndrome (APS)ની સારવારનો મુખ્ય હેતુ Blood Clot બનવાનું અટકાવવું અને ગર્ભાવસ્થા દરમિયાન થતી જટિલતાઓનું જોખમ ઘટાડવાનો હોય છે. સારવાર દર્દીની સ્થિતિ, અગાઉ Blood Clot થયો છે કે નહીં અને ગર્ભાવસ્થા છે કે નહીં તેના આધારે નક્કી કરવામાં આવે છે. Blood Clotનો ઇતિહાસ ધરાવતા દર્દીઓમાં ડૉક્ટર Anticoagulant Medicines (Blood Thinners) જેમ કે Heparin અથવા અન્ય દવાઓની સલાહ આપી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક કિસ્સામાં Low-dose Aspirin સાથે Heparin/LMWHનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને અગાઉ Pregnancy-related complicationsનો ઇતિહાસ હોય ત્યારે. દવાની માત્રા અને સમયગાળો વ્યક્તિગત સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, તેથી આવી દવાઓ માત્ર ડૉક્ટરની સલાહ અને નિયમિત દેખરેખ હેઠળ લેવી જરૂરી છે. 

Pregnancy દરમિયાન Antiphospholipid Syndrome હોય તો કઈ કાળજી રાખવી?

Pregnancy દરમિયાન Antiphospholipid Syndrome (APS) હોય તો નિયમિત Prenatal Check-ups અને ડૉક્ટરની દેખરેખ ખૂબ મહત્વપૂર્ણ છે. ડૉક્ટરની સલાહ મુજબ Low-dose Aspirin અથવા Heparin/LMWH જેવી દવાઓ લેવી, દવાની માત્રા પોતાની રીતે બદલવી નહીં અને સમયસર Blood Tests તથા અન્ય જરૂરી તપાસ કરાવવી જોઈએ. પૂરતું પાણી પીવું, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી કે સૂઈ ન રહેવું અને ડૉક્ટરની સલાહ મુજબ હળવી Physical Activity કરવી મદદરૂપ થઈ શકે છે. પગમાં અચાનક સોજો કે દુખાવો, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે.

 

Pregnancy દરમિયાન APS હોય તો નિયમિત Prenatal Check-ups કરાવવાથી માતા અને બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય છે. જેનાથી ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર Miscarriage, Preeclampsia અને Pre term delivery થી બચી સકાય છે. 

- Dr Pahwa Nikita

 

Regular prenatal check-ups

Pregnancy દરમિયાન APS હોય તો નિયમિત Prenatal Check-ups કરાવવાથી માતા અને બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય છે. Blood Pressure, Blood Tests, બાળકની વૃદ્ધિ અને જરૂરિયાત મુજબ અન્ય તપાસો દ્વારા સંભવિત complicationsને સમયસર ઓળખી શકાય છે. 

Blood pressure અને blood testsનું monitoring

APS દરમિયાન નિયમિત Blood Pressure અને Blood Tests કરાવવાથી માતાના સ્વાસ્થ્ય તથા Blood Clotting સંબંધિત જોખમો પર નજર રાખવામાં મદદ મળે છે. ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી તપાસ કરાવવાથી Preeclampsia અથવા અન્ય Pregnancy Complicationsને સમયસર ઓળખી શકાય છે.

બાળકના growthનું નિરીક્ષણ

APS દરમિયાન Placentaમાં Blood Flow પર અસર થવાને કારણે બાળકની Growth પર નજર રાખવી જરૂરી બની શકે છે. ડૉક્ટરની સલાહ મુજબ Ultrasound અને અન્ય જરૂરી તપાસ દ્વારા બાળકની વૃદ્ધિ અને સ્વાસ્થ્યનું નિયમિત Monitoring કરવામાં આવે છે. 

Doctorની સલાહ વગર medicines બંધ ન કરવી

APS દરમિયાન Doctorની સલાહ મુજબ આપવામાં આવેલી Medicines નિયમિત લેવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને Aspirin અથવા Heparin જેવી દવાઓ પોતાની રીતે બંધ કરવી, માત્રા બદલવી કે ડોઝ ચૂકી જવો નહીં; કોઈ આડઅસર કે સમસ્યા જણાય તો તરત Doctorનો સંપર્ક કરવો. 

Antiphospholipid Syndrome હોય તો આગામી Pregnancyનું Planning કેવી રીતે કરવું?

APS હોય તો આગામી Pregnancyનું Planning Pregnancy પહેલાં જ Gynecologist/High-risk Pregnancy specialistની સલાહથી કરવું જોઈએ. અગાઉ Blood Clot, Miscarriage, Preeclampsia અથવા અન્ય Pregnancy Complication થઈ હોય તો તેની માહિતી ડૉક્ટરને આપવી જરૂરી છે. Pregnancy પહેલાં Medicinesનું Review કરાવવું અને Aspirin, Heparin અથવા અન્ય Blood Thinner દવાઓ પોતાની રીતે બંધ કે ચાલુ ન કરવી.

Pregnancy શરૂ થાય ત્યારથી નિયમિત Prenatal Check-ups, Blood Pressure, જરૂરી Blood Tests અને બાળકની Growthનું Monitoring કરવામાં આવે છે. અગાઉના Pregnancy History પ્રમાણે ડૉક્ટર Low-dose Aspirin અને Heparin/LMWH જેવી દવાઓની જરૂરિયાત નક્કી કરી શકે છે. યોગ્ય Treatment અને સતત Medical Monitoringથી Pregnancy દરમિયાન ઊભા થઈ શકે તેવા જોખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે.

Antiphospholipid Syndrome વિશેની સામાન્ય ગેરસમજો

Antiphospholipid Syndrome (APS) વિશેની એક સામાન્ય ગેરસમજ એ છે કે Blood Testમાં Antiphospholipid Antibodies Positive આવે એટલે વ્યક્તિને ચોક્કસ APS છે. હકીકતમાં માત્ર Antibodies મળવાથી APSનું Diagnosis થતું નથી. ડૉક્ટર વ્યક્તિનો Medical History, Blood Clot અથવા Pregnancy-related complications અને Blood Testના પરિણામોને સાથે ધ્યાનમાં લે છે. સામાન્ય રીતે Antibodies સતત હાજર છે કે નહીં તે જોવા માટે ઓછામાં ઓછા 12 અઠવાડિયાના અંતરે ફરી ટેસ્ટ કરવામાં આવે છે.

બીજી ગેરસમજ એ છે કે APS હોય એટલે દરેક વ્યક્તિને Blood Clot અથવા Pregnancyમાં ગંભીર સમસ્યા થશે જ. APSનું જોખમ વ્યક્તિના Clinical History અને Antibody Profile પ્રમાણે અલગ હોઈ શકે છે. તેવી જ રીતે, APS માત્ર Pregnancyની સમસ્યા નથી; કેટલાક લોકોમાં Blood Clot મુખ્ય સમસ્યા હોઈ શકે છે, જ્યારે કેટલાકમાં Pregnancy-related complications જોવા મળે છે. યોગ્ય Diagnosis, સમયસર Treatment અને નિયમિત Medical Monitoringથી જોખમોને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

Frequently Asked Questions

Antiphospholipid syndrome શું છે?

Antiphospholipid syndrome ના લક્ષણો કયા છે?

Antiphospholipid syndrome શા માટે થાય છે?

Antiphospholipid syndromeનું diagnosis કેવી રીતે થાય છે?

Antiphospholipid syndromeની pregnancy પર શું અસર થાય છે?

Antiphospholipid syndromeથી recurrent miscarriage થઈ શકે છે?

Antiphospholipid syndrome માટે કઈ સારવાર કરવામાં આવે છે?

Antiphospholipid syndrome હોય તો healthy pregnancy શક્ય છે?

© 2026 Indira IVF Hospital Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy| *Disclaimer